હેલિકોપ્ટર ક્રેશ થતાં 3ના મોત

Breaking News : પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ લોકોના મોત, અન્ય લોકો થયા ઈજાગ્રસ્ત

હેલિકોપ્ટરમાં સવાર ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે. હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ખામી સર્જાતા આ દુર્ઘટના સર્જાય હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હેલિકોપ્ટરમાં બે પાયલોટ અને એક ક્રુમેમ્બર સવાર હતા. ઉલ્લેખનીય છે કે ત્રીજી સપ્ટેમ્બર 2024ના રોજ પોરબંદર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું

પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3ના મોત, એર એન્કલેવ પર સર્જાઈ દુર્ઘટના 2 - image

મળતી માહિતી અનુસાર, પોરબંદરના કોસ્ટગાર્ડ એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર ક્રેશ થતા વિસ્ફોટ થયો હતો.  હેલિકોપ્ટરમાં સવાર ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે.  હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ખામી સર્જાતા આ દુર્ઘટના સર્જાય હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હેલિકોપ્ટરમાં બે પાયલોટ અને એક ક્રુમેમ્બર સવાર હતા. 

Also read

હેલિકોપ્ટરમાં બે પાયલટ અને અન્ય ત્રણ લોકો સવાર હોવાની માહિતી

કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો અનુસાર હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ખામી સર્જાતા તે ક્રેશ થયુ હોઇ શકે છે. સાથે જ હેલિકોપ્ટરમાં બે પાયલટ અને અન્ય ત્રણ લોકો સવાર હોવાની માહિતી છે. બે મહિના પહેલા પણ પોરબંદરમાં જ માધવપુર પાસે એક હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ. ત્યારે ફરીથી આવી જ એક ઘટના સામે આવતા ચકચાક મચી છે. Also read નોઈડામાં Squid Games ગીત પર કર્યો ખતરનાક સ્ટંટ, પોલીસે શીખવ્યો પાઠ

Also read

બપોરે સાડા બાર કલાકે હેલિકોપ્ટર ક્રેશ થયુ

પોર્ટબ્લેન્ડર નેશનલ હાઈવે ઉપર કોસ્ટગાર્ડનું એરપોર્ટ આવેલું છે અને આજે લગભગ 12:30 ના અરસામાં અચાનક જ પ્લેન હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ અને લગભગ ત્રણથી વધુ લોકોને ઇજા પહોંચી હતી. આ તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જે પછી સારવાર દરમિયાન તેમનું મોત થયુ હોવાની માહિતી સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી છે. Als read છોકરીએ સ્કૂટી પર કર્યો અદભૂત સ્ટંટ, ખતરનાક પરાક્રમ જોઈને તમે પણ દંગ રહી જશો. વિડિઓ જુઓ

ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર

પ્રાથમિક ધોરણે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ હોય તેના કારણે જ ક્રેશ થયું હોવાનું જાણવા મળી રહ્યુ છે. હવે બ્લેક બોક્સની તપાસ કર્યા બાદ અને એફએસએલની ટીમ તપાસ બાદ સંપૂર્ણ માહિતી બહાર આવી શકે તેમ છે. અત્યારે એરપોર્ટની અંદર તમામ એજન્સીઓ જઈ અને ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. એફએસએલની ટીમ પણ આવી ગઈ છે. ફાયર ફાઇટરથી આગને કંટ્રોલ કરવાની તૈયારી ચાલી રહી છે. Also read આન્ટીએ દીકરીના લગ્નમાં જોરદાર ડાન્સ કર્યો, લોકોએ તેના પર પ્રેમ વરસાવ્યો. વિડિઓ જુઓ

આ ઘટનાક્રમમાં બે પાયલટ અને એક ક્રૂ મેમ્બર હતા જેમને ગંભીર હાલતમાં પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ ત્યાં સારવાર દરમિયાન ત્રણેયનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોરબંદર એરપોર્ટ પર આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાને લીધે હવે ત્યાં ઓપરેટ થતી કે લેન્ડ થતી ફ્લાઈટ્સના શેડ્યૂલ પણ રવિવાર પૂરતા બદલી કાઢવામાં આવ્યા હતા. હવે પોરબંદરથી ઓપરેટ થતી ફ્લાઈટ્સ રાજકોટ ડાયવર્ટ કરાઈ છે.


Leave a Comment