ઉનાળાના વેકેશનમા લોકો ફરવા નીકળી પડતા હોય છે. એમા પણ ગરમીમા લોકો વોટર પાર્ક મા ન્હાવા જવાનુ વધુ પસંદ કરે છે. ગુજરાત મા ઘણા એવા મોટા વોટર પાર્ક આવેલા છે જ્યા લોકો ફરવા અને ગરમીમા ન્હાવા જવાનુ વધુ પસંદ કરતા હોય છે. ત્યારે ચાલો જાણીએ ગુજરાતમા આવેલા બેસ્ટ 5 વોટર પાર્ક વિશે.
The Enjoy City Water Park Aanand

ગુજરાતનો સૌથી મોટો કહિ શકાય તેવો વોટર પાર્ક આણંદમા આવેલો છે. જેનુ નામ ધ એન્જોય સીટી વોટર પાર્ક છે. આ વોટર પાર્કમા નીચે મુજબની સુવિધાઓ છે.
અંદાજે 20 એકર જેટલી જમીનમા પથરાયેલા આ વોટર પાર્કમા કુલ 32 જેટેલી નાની મોટી રાઇડ છે.
ઓપન ફ્લોટ સ્લાઇડર, ટનલ ફ્લોટ સ્લાઇડર, ઝોમ્બી સ્લાઇડ, ઝૂમર સ્લાઇડર, એક્વા સ્લાઇડર, એક્વા વેવ પૂલ, કિડ્સ વોટર પાર્ક, શેલ રાઇડ, પર્લ રાઇડ, કોબ્રા રાઇડ, સ્નેક રાઇડ, રેઇન ડાન્સ, લેઝી રિવર, રોલર કોસ્ટર જીવે વિવિધ રાઇડ આવેલી છે.
આ વોટર પાર્ક ની ટીકીટ જોઇએ તો સોમવારથી શુક્રવાર સુધી રૂ. 799 છે જ્યારે રવિવારે રૂ. 999 છે.
મોટા ભાગના લોકો આ વોટર પાર્કમાં સૌથી વધુ કોબ્રા રાઇડ, અને એકવાડીશ, એક્વાથોર ફનલ ઓપન ફ્લોટ સ્લાઇડર ની મજા માણે છે.
ધ એન્જોય સિટી વોટર પાર્કમાં લોકર રૂમ, ડ્રેસ કોસ્ટયુમ, રહેવાનું , જમવાનું , ફાસ્ટ ફૂડ, નાસ્તો, જનરલ મેડિકલ ટ્રીટમેન્ટ, સિક્યોરિટી જેવી સુવિધાઓ આપવામા આવ છે. અહીંયા બહારથી નાસ્તો કે જમવાનુ લઇ જવા પર પ્રતિબંધ છે.
શંકુ વોટર પાર્ક મહેસાણા
આ વોટર પાર્ક પણ ગુજરાતનો મોટો વોટર પાર્ક છે અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ વોટર પાર્ક મહેસાણામા આવેલો છે. ઉનાળામા આ વોટર પાર્કમા જવાનુ લોકો ખૂબ જ પસંદ કરે છે.

આ વોટર પાર્ક અમદાવા-મહેસાણા હાઇવે પર આવેલો છે.
જેનો સમય સવારે 10 થી સાંજના 5 સુધીનો હોય છે.
આ વોટર પાર્કની ટીકીટ સોમવારથી શુક્રવાર સુધી રૂ. 1000 અને રવિવારે રૂ.1200 છે.
આ વોટર પાર્કમા બીગ થન્ડર, સ્પ્લેશ ડાઉન, માસ્ટર બ્લાસ્ટર, ઇન્સાનો, એક્વા ડ્રેગ, ટોર્નેડો, ટ્વિસ્ટર, બુલેટ બાઉલ, બોડી સ્લાઇડ, સુનામી ખાડી, બૂમબાસ્ટિક, સ્પેસ શોટ, કિડ્સ કોમ્પ્લેક્સ, માનતા અને બુબ્બા ટબ,ફન આઇલેન્ડ, થ્રિલ અને ચિલ ક્રીક જેવી રાઇડસ આવેલી છે.
આજવા ફન વર્લ્ડ
આ વોટર પાર્ક પણ સારો વોટર પાર્ક છે. આ વોટર પાર્ક આજવા વડોદરા મા આવેલો છે.

આ વોટર પાર્કનો સમય સવારે 10:30 થી સાંજના 5:30 સુધીનો છે.
આ વોટર પાર્કની ટીકીટ રૂ.650 છે.
આ વોટર પાર્કમા આવેલી રાઇડની વાત કરીએ તો ડાર્ક હોલ સ્લાઇડ, સ્પેસ બાઉલ સ્લાઇડ, ટ્યુબ સ્લાઇડ, લોલક સ્લાઇડ, હાથીની સ્લાઇડ, કિડ્સ સ્લાઇડ ટુ નેમ ફ્યુ, અપ-ડાઉન સ્લાઇડ, વેવ પૂલ,કૌટુંબિક સ્લાઇડ, શારીરિક સ્લાઇડ, જેવી અનેક પ્રકારની રાઇડ આવેલી છે.
સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક
ગુજરાત મા આવેલ આ વોટર પાર્કમા લોકો જવાનુ ખૂબ જ પસંદ કરતા હોય છે. આ વોટર પાર્ક ગાંધીનગર-મહુડી હાઇવે પર આવેલો છે.

આ વોટર પાર્ક નો સમય સવારે 11 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધીનો છે.
આ વોટર પાર્કની ટીકીટ જોઇએ તો રૂ.500 છે.
આ વોટર મા આવેલી રાઇડસ જોઇએ તો એક્વા ફનલ, મિસિસિપી વોટર રાઈડ, વેવ પૂલ, લોલક, સ્નો ફોલ, રોમાંચક ધુમ્મસ, વોટર ફોલ, મિરેકલ ટનલ, ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી અન્ય ઘણી રાઇડસ આવેલી છે.
ક્રિષ્ના વોટર પાર્ક રાજ્કોટ
આ વોટર પાર્ક રાજકોટ મા આવેલો છે. સૌરાષ્ટ્રવાસીઓ આ વોટર પાર્કમા જવાનુ વધુ પસંદ કરત હોય છે.

આ વોટર પાર્કમા 1 વ્યક્તિની ટીકીટ રૂ.700 છે.
એડવાન્સ બુકીંંગપર ડીસ્કાઉંટ પણ આપવામા આવે છે.
આ વોટર પાર્કમા ફૂડ ઝોનમા લંચ,ડીનર અને નાસ્તો ઉપલબ્ધ હોય છે.
આ વોટર પાર્કની સુવિધાઓની વાત કરીએ તો ફૂડ ઝોન, લોકર, ચેન્જ રૂમ,મેડીકલ સુવિધાઓ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ છે.
અગત્યની લીંક
Enjoy City Water Park Aanand Website | અહિં ક્લીક કરો |
શંકુ વોટર પાર્ક મહેસાણા Website | અહિં ક્લીક કરો |
આજવા ફન વર્લ્ડ Website | અહિં ક્લીક કરો |
સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક Website | અહિં ક્લીક કરો |
ક્રિષ્ના વોટર પાર્ક રાજકોટ Website | અહિં ક્લીક કરો |